ફાઈલો કેવી રીતે મુકશો ?



તમારા બ્લોગર બ્લોગ પર એકસેલ, વર્ડ, પીપીટી, એમ્પી૩, પીડીએફ વગેરે ફાઈલ કેવી રીતે મુકવી.
આ માટે તમારે એક ગુગલ પેજ બનાવવું પડશે. (આ પણ એક બ્લોગ જ છે.) આ કામ બ્લોગરમાં બ્લોગ બનાવવા જેવું જ છે. આ માટે સૌપ્રથમ https://sites.google.com સાઈટ ખોલો. જ્યાં તમને ક્રિએટ નો ઓપ્શન જોવા મળશે. Select a template to use: અહી સૌ પ્રથમ તમારે એક બ્લેન્ક ટેમ્પલેટ્સ પસંદ કરવું. Blank template (પહેલો ઓપ્શન, રેડીમેઈડ પસંદ કરવું નહી) ત્યાં ક્લિક કરતાં તમને સાઈટ માટે નામ પૂછશે. જ્યાં તમે નામ આપો. આ નામ તમે તમારા બ્લોગર બ્લોગ જેવું જ રાખો તે સારું છે. નહી તો તમને ગમતું અન્ય નામ પણ રાખી શકાય. આ સિવાય ત્યાં તમારે એક તમને ગમતી થીમ પસંદ કરવાની રહેશે. Select a theme ત્યારબાદ અહી આપેલા ઓપ્શનમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કર્યા બાદ મોર ઓપ્શનમાંથી તમે સાઈટ બધાને દેખાય કે નાદેખાય તે માટે યોગ્ય ઓપ્શન પસંદ કરો More options. ત્યારબાદ નીચે એક સિક્યુરીટી કોડ નાખવાનું કહેવામાં આવશે. ત્યારબાદ સૌથી ઉપરની બાજુએ જશો તો ક્રિએટ સાઈટ પર ક્લિક કરતા તમારી સાઈટ તૈયાર થઇ જશે. આ રીતે સાઈટ ક્રિએટ કર્યા બાદ તેને ખોલો. સાઈટ ખુલતા સાઈટમાં સાઈન ઇન થાઓ. (સાઈન ઇન નો ઓપ્શન નીચે નાના અક્ષરે આવે છે ) જે ખુલતા તમારે મુખ્ય પેજ સિવાયના અન્ય પેજ બનાવવા પડશે. આ માટે ન્યુ પેજનો ઓપ્શન પસંદ કરો. આ ઓપ્શન ઉપરના જમણી સાઈડના ખૂણામાં more ઓપ્શનની ડાબી બાજુ પર છે. તમે આઇટમના પ્રકાર પ્રમાણે અલગ અલગ પેજ પણ બનાવી શકો અથવા માત્ર એક પેજ બનાવો તો પણ ચાલે. પણ આ પેજ બનાવવા માટે પેજનો પ્રકાર કેબિનેટ ફાઈલનો પસંદ કરવો પડે. આટલું કર્યા બાદ તમારું જે પેજ તૈયાર થાય ત્યાં તમે તમારી વર્ડ, એક્સેલ, પીપીટી, પીડીએફ, એમ્પિ૩ જેવી ફાઈલને એડ કરી શકો છો. દાખાલા તરીકે તમે ppt માટે પેજ બનાવવા માગો છો તો Name your page: માં ppt લખો. ત્યારબાદ Select a template to use નો વિકલ્પ આવશે, અહી આપણે ફાઈલ કેબિનેટ નો ઓપ્શન પસંદ કરીશું. ત્યારબાદ ક્રિએટ પર ક્લિક કરતા પેજ તૈયાર થશે. આ રીતે ફાઈલ અપલોડ કરશો તો ત્યાં એક ડાઉનલોડ માટેનો ઓપ્શન આવશે. જ્યાં તમે જમણી ક્લિક કરશો તો ખુલેલા ઓપ્શનમાં કોપી લિન્ક એડ્રેસનો એક ઓપ્શન હશે જ્યાં ક્લિક કરવાથી ડાઉનલોડ માટેની લીંક કોપી થઇ જશે. હવે તમે બ્લોગરના ડેશબોર્ડ પર જાઓ. હવે નવી પોસ્ટ, નવું પેજ પસંદ કરો અથવા તમે જો આની લીંક જૂની પોસ્ટ કે જુના પેજ પર મુકવા માગતા હોય તો તે ખોલો. હવે જ્યાં તમે તમારી ફાઈલ મુકવા માંગો છો ત્યાં તે ફાઈલનું નામ લખો, ત્યારબાદ આખા ફાઈલ નામના લખાણને સિલેક્ટ કરો. ત્યારબાદ લીંક પર ક્લિક કરો. નવી ખુલેલ બારીમાં લીંક લખવા માટેનો ઓપ્શન હશે ત્યાં તમે કોપી કરેલ (ગુગલ પેજની લીંક) લીંક પેસ્ટ કરી ઓકે કરી બહાર નીકળી જાઓ. આ માટે મારું ગુગલ પેજ નીચેની લીંક પર ક્લિક કરી તમે જોઈ શકો છો. https://sites.google.com/site/jadavnarendrakumar10 આ વિગતમાં સમજ ના પડે તો મારો સંપર્ક કરવા વિનંતી છે. તમને જોઈતી મદદ મળી રહેશે.
Select a template to use:

1 comments:

અજ્ઞાત કહ્યું...

ahmedabd jilla na vikalp vada shikshako ne badali camp ma besava nathi didha te loko ae badali camp rad karawa gujarat high court ma pitition dakhal kari chhe.